જરૂરિયાતમંદ પરિવારોને દર માસની અગિયારસે રાશન કિટનું વિતરણ મોરબી : મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરના મહંત પરિવાર અને દાતાઓના સહયોગથી કોરોના કાળમાં જરૂરિયાતમંદોને મદદરૂપ થવાનો સેવજ્ઞાન હાથ ધરાયો છે. જેમાં જરૂરિયાતમંદ પરિવારોને દર માસની વદ અગિયારસે રાશન કિટનું વિતરણ કરવામાં આવશે. મોરબીના નીલકંઠ મહાદેવ મંદીરના મહંત પરિવાર દ્વારા દાતાઓ જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જરૂરિયાતમંદ પરિવારોને દર માસની વદ અગિયારસે રાશન કિટનું વિતરણ કરવામાં આવશે. જેમાં આ વખતની અગિયારસના દાતા સ્વ. કિશોરીબેન ભુપતરાય દોશીના સ્મરણાર્થે દોશી પરિવાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવશે. જેની વધુ વિગત માટે મહંત ગુલાબગિરી ઘેલુંગિરી ગોસાઈનો મો.નંબર 88496 64390 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.