મોરબી : બગથળા ગામે 800 પરપ્રાંતીય ખેતમજૂરોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ આપવા માટેની કીટ વિતરણ કરવા માટે બગથળા ગામનાં દાતાઓએ આપેલ સ્વૈચ્છિક ફાળો રૂ.૨,૦૦,૮૨૮/- આપેલ છે. તેમજ એકત્રિત થયેલા ફાળામાંથી બગથળા ગામે રહેતા તમામ જ્ઞાતિના નિરાધાર, વિધવા, અશકત કુટુંબોને નકલંક મંદિર બગથળા તરફથી જીવન જરૂરિયાતની ખાવા-પીવાની વસ્તુની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.