મોરબી : મોરબીના ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા જ્ઞાતિનાં આર્થિક રીતે જરૂરિયાત વાળા પરિવારને રોજિંદા ખાદ્ય વપરાશની વસ્તુઓની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના રોગ જેવી વૈશ્વિક મહામારી તથા બીમારીનાં પગલે ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા જ્ઞાતિનાં ટ્રસ્ટી મંડળ, યુવક મંડળ, મહિલા મંડળ તથા સમગ્ર જ્ઞાતિ સભ્યોનાં સહકારથી જ્ઞાતિમાં આર્થિક રીતે જરૂરિયાત હોય તેવા ૧૧૧ જરૂરિયાતમંદ પરિવારોને આ ખાદ્ય વપરાશની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ કિટ્સમાં અલગ-અલગ 24 કે તેથી વધુ જીવન જરૂરિયાતની વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બદલ ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ ટ્રસ્ટી મંડળ એ જ્ઞાતિના તમામ મંડળનો તથા જ્ઞાતિનાં તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે. તેમ ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળના પ્રમુખ નીરૂપમાબેન જે. જોષી એ યાદીમાં જણાવેલ છે.