મોરબી : મોરબીના કાંતિપુર ગામે તારીખ 16 ઓગસ્ટ ને શનિવારના રોજ જન્માષ્ટમીના દિવસે સવારે 8 વાગ્યે ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રથયાત્રા પૂર્ણ થયા બાદ મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાશે. તો સર્વે ધર્મ પ્રેમી જનતાને આ રથયાત્રા અને મટકીફોડ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે.