ટંકારા : ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામ ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી નિમિત્તે તા. 16-8-2025 ને શનિવારના રોજ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાનું સવારે 8 કલાકે રામજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવશે. તેમજ બપોરે 12 કલાકે ભવ્ય રાસગરબા અને મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે.