કાર્યક્રમમાં સંતો-મહંતો, રાજકીય-સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ મોરબી : મોરબીની ગુરુકૃપા સમિતિ દ્વારા રામદેવ રામાયણ કથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો-મહંતો, રાજકીય-સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં રામધન આશ્રમના બાળવિદુષી રતનબેને સન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી. મોરબીમાં ગુરુકૃપા સમિતિ દ્વારા રામધન આશ્રમના બાળવિદુષી રતનબેનના વ્યાસપીઠ સ્થાને રામદેવ રામાયણ કથા યજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં રામધન આશ્રમના બાળવિદુષી રતનબેનનો દીક્ષા ગ્રહણ સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં રતનબેને ગુરુ ભાવેશ્વરીમાના હસ્તે સન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી. આ તકે કનકેશ્વરી દેવીએ આશીર્વચન પાઠવ્યા હતા. અને ભાવિકોએ કથાનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે મહંત દુર્ગાદાસ મહારાજ (સાયલા), મહંત શિવરામદાસ (મોરબી), દામજી ભગત, ભૂપત બાપુ, મહંત પરસોત્તમદાસ (વઢવાણ) સહિતના સંતો-મહંતો તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, કિશોરભાઈ ચીખલીયા, યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારી, પ્રવીણભાઈ વ્યાસ, લાલજીભાઈ મહેતા, ગિરિરાજસિંહ, જ્યોતિસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્રનગરના વરિષ્ઠ નાગરિકો, રામાનંદી સાધુ સમાજ, ગોસ્વામી સાધુ સમાજ, પ્રજાપતિ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચુનીભાઈ કાવર, રૂગનાથભાઈ, રામજીભાઈ ત્રિભોવનભાઈ, દેવકરણભાઈ, ખીમજી બાપા, મહાદેવભાઈ, કેશુભાઈ, લાલજીભાઈ તથા સેવકગણે જહેમત ઉઠાવી હતી.