પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ, બેસ્ટ એકશન સહિત વિવિધ 10 કેટેગરીમાં ઇનામ અપાયા મોરબી : આધ્યા શક્તિની આરાધનાનું પર્વ નવલા નોરતાનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે આ નવરાત્રી પર્વને વધાવવા સાર્થક વિદ્યામંદિર દ્વારા રાસોત્સવનું સુંદર આયોજન કરાયું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. સાર્થક વિદ્યામંદિર દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવ અંતર્ગત બે દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રથમ દિવસે ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ, બીજા દિવસે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ, તેમજ સાંજે ધોરણ 6, 7 અને 8ના તમામ બાળકો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું. રાસ ગરબાની શરૂઆતમાં માતાજીની આરતી, પૂજા - આરાધના કરવામાં આવી હતી. આ રાસોત્સવમાં 600થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને વિવિધ કેટેગરીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરી ઇનામ અપાયા હતા. પ્રિન્સ, પ્રિન્સેસ, રનર્સઅપ પ્રિન્સ, રનર્સઅપ પ્રિન્સેસ, વેલડ્રેસ, બેસ્ટ એકશન સહિત વિવિધ 10 કેટેગરીમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.