મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે પીપળી રોડ ઉપર આવેલ પ્રભુક્રુપા રેસીડેંસીની પાસે ઝાડી ઝાખરામા દારૂ છુપાવી વેચાણ કરી રહેલા રસિકકુમાર નામના આરોપીને 31 બોટલ બ્લેન્ડર્સ પ્રાઇડ બ્રાન્ડ દારૂના જથ્થા સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, મોરબીના પીપળી રોડ ઉપર આવેલ પ્રભુક્રુપા રેસીડેંસીની પાસે ઝાડી ઝાખરામા દારૂ છુપાવી આરોપી રસીકકુમાર કાનજીભાઇ રાણીપા રહે- રવાપર ધુનડા રોડ, ઉમીયાનગર, મુળગામ- વાઘગઢ તા.ટંકારા વાળો વિદેશી દારૂનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી રસીકકુમાર કાનજીભાઇ રાણીપા બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની 31 બોટલ કિંમત રૂપિયા 26,350 સાથે ઝડપાઇ ગયો હતો. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.