મોરબી : મોરબીમાં નિર્માણ પામનાર સતધામના ભૂમિપૂજન મહોત્સવ પ્રસંગે આગામી તારીખ 27 ફેબ્રુઆરી થી 5 માર્ચ સુધી મોરબીમાં રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રકથા મોરબીના ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ કથામાં સતશ્રી સ્વામી વ્યાસપીઠ પર બિરાજી દરરોજ રાત્રે 8-30 થી 11-30 સુધી કથાનું રસપાન કરાવશે.