કાર્યક્રમમાં કોરોના વોરિયર સફાઈ અને આરોગ્ય કર્મીઓનું સન્માન કરાશે કાર્યક્રમ મોરબી અપડેટના ફેસબૂક પેઈજ પર લાઈવ નિહાળી શકાશે મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આમંત્રિતો માટે આજે શનિવારે 'મોતીવેરાણા ચાંચર ચોકમાં' 'સંસ્કૃતિરાત્રી'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સફાઈ અને આરોગ્ય કર્મીઓનું સન્માન કરાશે. આ કાર્યક્રમ મોરબી અપડેટના ફેસબૂક પેઈજ પર લાઈવ નિહાળી શકાશે. મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નવરાત્રી પર્વના સમાપન બાદ પારંપરિક રાસ-ગરબા 'મોતીવેરાણા ચાંચર ચોકમાં' 'સંસ્કૃતિરાત્રી'નું ભવ્યાતીભવ્ય આયોજન તા. 23-10-2021 ને શનિવારે, રાત્રે 9 કલાકે, કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ રાસ ગરબામાં કોરોના વોરિયર એવા સફાઈ કર્મચારીઓ, આરોગ્યના કર્મચારીઓનો સન્માન સમારોહ કાર્યકમ પણ રાખેલ છે. તો રાસ-ગરબામાં પરિવાર સાથે પધારો એવુ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભાવભર્યું નિમંત્રણ અપાયું છે. ઉલ્લેખનીય છે કે આ રાસ-ગરબા આમંત્રિત મહેમાનો અને તેમના પરિવાર માટે જ આયોજીત છે. તેમજ આ કાર્યક્રમ મોરબી અપડેટ અને યંગ ઇન્ડિયાના ફેસબુક ઉપર ઘરે બેઠા લાઈવ નિહાળી શકશો. તેમ યંગ ઇન્ડિયા ગ્રુપ - મોરબીની યાદીમાં જણાવવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..