મોરબી : મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે શંકાસ્પદ લાગતા દર્દીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે આ તમામ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મોરબી જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું પરિણામ માત્ર 15 કે 20 મિનિટમાં સામે આવી જાય તે માટે રાજય સરકાર દ્વારા 200 રેપીડ ટેસ્ટ કીટ ફાળવવામાં આવી છે. જેથી તંત્ર દ્વારા આજે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઇન્ફ્લુએન્ઝા અથવા ન્યૂમોનિયા જેવા લક્ષણો દેખાયા હોઇ તેવા 15 લોકોના રેપીડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે આ તમામ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાહેર થયું છે.