મોરબી : મોરબીમાં કોરોનાના કેસમાં દિન પ્રતિદિન જબ્બર ઉછાળો આવી રહ્યો છે. ત્યારે પોઝિટિવ દર્દીને વહેલી તકે પોતે પોઝિટિવ હોવાની જાણ થઈ જાય તો તે બીજાને સંક્રમણ ન ફેલાવે તે હેતુથી સિરામિક એસો.દ્વારા આવતિકાલે બે સ્થળોએ રેપીડ કેમ્પનું આયોજન કરાયું છે. આવતીકાલે તા. 16ના રોજ સરકારી તંત્ર દ્વારા મોરબી સીરામીક એસોસીએસનના સહયોગથી મોરબી શહેરમા બે સ્થળો એ નિ:શુલ્ક કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનુ આયોજન કરેલ છે. સ્વાગત ચોકડી અને ગેંડા સર્કલ ખાતે આ કેમ્પ યોજાનાર છે. જેનો સમય સવારના 9 થી 12અને બપોરના 4 થી સાંજના 6 સુઘીનો છે. જે લોકોને રિપોર્ટ પોઝીટીવ આવે તો તે માટે સરકારી તંત્ર દ્વારા દવા પણ નિ:શુલ્ક આપવામા આવશે. માટે આજુબાજુના જરૂરીયાતમંદ લોકોને આ કેમ્પ અંગે જાણ કરવા અનુરોધ કરાયો છે. જેથી લોકોના ટેસ્ટ થઈ શકે અને પોઝીટીવ આવે તે લોકો સારવાર લઈ શકે.