મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સીધાવદર ગામે યુવાન ઉપર હુમલો કરનાર આરોપી કનડગત કરતો હોવાની રાવ ઉઠી છે. જેમાં સિંધાવદર ગામે રહેતા ચાવડા નાગજીભાઈ કલાભાઈએ મોરબી એસ.સી.એસ.ટી.સેલના ડીવાયએસપીને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે થોડા સમય અગાઉ તેમના પુત્ર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો કરનાર આરોપી રાજકીય વગ ધરાવતો હોય અને આ હુમલાની બનાવની નોંધાવેલી ફરિયાદનો ખાર રાખીને તેમને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરે છે. આથી, આરોપી તરફથી તેમના પરિવાર ઉપર જાનનું જોખમ હોય તાત્કાલીક આ કેસમાં આરોપીની ધરપકડ કરી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.