હળવદ : હળવદમાં રહેતા અસરફાભાઈ રઝાકભાઈએ હળવદ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, તેમના કાકાના દીકરા અસફાકભાઈ મૂલતાનીની જી.જે. 36 આર. એસ. 925 નબરની મારુતિ સુઝુકી કારને ગત તા.31 ઓક્ટોબરના રોજ સ્કૂલ પાસે રાખી હતી. આ ગાડીને કોઈ અજાણ્યા શખ્સો નિશાન બનાવી કોઈ બાબતનો રાગદ્વેશ રાખી કારમાં ધોકાથી તોડફોડ કરી હતી અને કારના કાચ તોડી નુકશાન પહોચાડ્યું છે. જો કે તેઓએ જાત તપાસ કરતા આ કૃત્ય કોણે કર્યું તેની માહિતી મળી નથી. પણ ગાડીના કાચ તૂટેલા હોવાની ખબર પડતાં તેઓએ હળવદ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.