મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત મોરબી : પ્રધાનમંત્રી મહિલા ઘર યોજના હેઠળ જમા થતી સબસીડી છેલ્લા 3 વર્ષથી ઘણા લોકોને જમા ન થયેલ હોવા અંગે સામાજિક કાર્યકર રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે છેલ્લા 3 વર્ષથી મહિલા ઘર યોજના હેઠળ આધાર ફાઇનાન્સ દ્વારા મકાન લેવા માટે લોન લીધેલ હોય તો પણ ત્યાં સબસીડી જમા થતી નથી. મોરબી જીલ્લાના છેલ્લા 3 વર્ષથી 100 જેટલા લાભાર્થીઓને સબસીડી જમા થયેલ નથી. આવા લાભાર્થીઓને આધાર ફાચનાન્સવાળા કે અન્ય ફાઇનાન્સવાળાઓ પાસે ધકકા ખવડાવે છે અને તેઓને પુછીએ તો કહે છે કે તમારી પ્રોસીજર ચાલુ છે. આ ઉપરાંત, કાચા મકાનના રીપેરીંગ માટે 3.50 લાખ રૂપીયાવાળી સબસીડી મળે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આવા અનેક લાભાર્થીઓને તેનો લાભ મળેલ નથી. મોરબીમા આવા પણ લાભાર્થીઓ સબસીડી માટે ધકકા ખાય છે. અને વલખા મારી રહ્યા છે. આવી અરજીઓનો નિકાલ તાત્કાલીક કરાય તો આવા લાભાર્થીઓને સમયસર પૈસા મળી જાય. આવા લાભાર્થીઓ મોરબી નગરપાલીકામાં ધકકા ખાય છે. શું આવા ગરીબ માણસોએ ધકકા જ ખાવાના કે અરજીઓના નિકાલ પણ આવશે. આવા ગરીબ માણસોએ વ્યાજે પૈસા લઇને મકાન જર્જરિત હોય તે પાડીને નવા બનાવેલ હોય અને આવા માણસોને આશા હોય કે સરકારમાંથી પૈસા આવશે ત્યારે ભરી દઇશું પરંતુ પૈસા ન આવવાથી માણસો નીરસ થઇને જાય છે. ગરીબ માણસોએ માંડ માંડ ઘરનું મકાન લીધેલ હોય અને તે સબસીડી જમા ન થવાથી આખુ બજેટ ખોરવાઇ જાય છે. તો આ અંગે તાત્કાલિક પગલા લેવા અરજ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..