સ્થાનિક રહીશોએ કલેક્ટર એસપીને આવેદન આપીને ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી વાંકાનેર : વાંકાનેરના નવા મહિકા ગામે શાળા પાસે અને આજુબાજુમાં ભયંકર રીતે અમુક શખ્સો ગંદકી ફેલાવતા હોવાથી સ્થાનિકોનું આરોગ્ય જોખમાય તેવી ભીતિ સર્જાઈ છે. આથી, સ્થાનિક રહીશોએ કલેક્ટર અને એસપીને આવેદન આપીને ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વાંકાનેરના નવા મહિકા ગામના રહીશોએ જિલ્લા કલેક્ટર, એસપી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરીને જણાવ્યું હતું કે નવા મહિકા ગામની શાળા પાસે અને આજુબાજુમાં અમુક માથાભારે શખ્સો મૃત મરઘા મટનનો કચરો ઠાલવીને જોખમી રીતે ગંદકી ફેલાવે છે. જેથી, ભારે ગંદકી ફેલાતી હોય બાળકો સહિતના સ્થાનિકોનું આરોગ્ય જોખમાય તેવી દહેશત છે. જો કે હાલ કોરોનાની મહામારી વચ્ચે આ ગંભીર રીતે ફેલાવાતી ગંદકી વધુ જોખમી બની શકે એમ છે અને રોગચાળો ફેલાય તેવી ભીતિ હોવાથી આ ગંદકી દૂર કરવાનો આદેશ આપી ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate