મોરબી : મોરબી પોસ્ટ ઓફિસમાં જૂની એન્ટ્રી સાથે નવી પાસબુક કાઢી આપવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે ગાયત્રીનગરમાં રહેતા વિજયભાઈ ધનજીભાઈ મોરડીયા નામના અરજદારે પોસ્ટ માસ્ટરને રજૂઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે હું 9 જાન્યુઆરીથી આ પ્રશ્નને લઈને ધક્કા ખાવ છું. નવા ગ્રાહકોને નવી પાસબુક તરત કાઢી આપવામાં આવે છે. પરંતુ જુના ગ્રાહકોને પાસબુક પૂરી થઈ જાય પછી નવી પાસબુકમાં બેલેન્સ સાથે એન્ટ્રી પાડવાની પ્રથા નથી તેઓ પોસ્ટ ઓફિસેથી જવાબ આપવામાં આવે છે. જે મામલે કાર્યવાહી કરવામાં આવે.