વાંકાનેર : માટેલ-વિરપર સયુંકત ગામના રસ્તાઓનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.આ રસ્તાઓ પર ભારે વાહનોના ડ્રાઇવરો કચરા અને ધૂળના ઢગલાઓ કરતા હોવાથી ગામના સરપંચ દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવી છે. વાંકાનેર તાલુકાના માટેલ ગામથી ડાયવર્જન કરવામાં આવેલ હોવાથી ઓવરલોડ વાહનો માટે જે રસ્તો બનાવેલ છે તે રસ્તો માટેલથી વડીયાના માર્ગ તરફનો છે.આ રસ્તા પર ટ્રકો-ખટારાના ડ્રાઇવરો ધુળો અને કચરાના ઢગલા ઠાલવે છે.જે અંગે યોગ્ય તપાસ કરી આ પ્રશ્ન હલ કરવા માટેલ-વિરપર સયુંકત ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વાંકાનેર મામલતદારને રજુઆત કરી છે.