મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગર વિસ્તારમાં પાણીના પ્રશ્ને આજ રોજ વિસ્તારની મહિલાઓ દ્વારા મોરબી મહાનગરપાલિકા કચેરીએ જઈને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. મહિલાઓના જણાવ્યા પ્રમાણે લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણી આવતું નથી. જે પાણી આવે છે તે પણ દુર્ગંધવાળું આવે છે. આ અંગે મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરી હતી અને ચોખ્ખુ અને નિયમિત પાણી આપવા જણાવ્યું હતું.આ અંગે મહાનગરપાલિકા દ્વારા જણાવાયું હતું કે, એનસી-7 છે કે જ્યાંથી મહેન્દ્રનગરને નવા પાણીના કનેક્શન આપવાના છે ત્યાં બંધ કરવામાં આવ્યું છે હોવાથી પાણીનો પ્રશ્ન છે. પરંતુ આજે સાંજે જ આ લાઈન ખોલી નાખવામાં આવશે જેથી આવતીકાલથી નિયમિત સમયે પાણી મળી રહેશે. જે દુર્ગંધવાળું પાણી આવે છે તે અંગે તપાસ કરીને પ્રશ્ન હલ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.