મોરબી : મોરબી સિટીના પુરવઠા વિભાગ દ્વારા ગેરરીતી આચરી અંત્યોદય કુટુંબોને અન્ન પુરવઠો આપવામાં આવતો ન હોવાની સામાજિક કાર્યકર વિનોદભાઈ પરમાર દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ મોરબી સીટીના માળીયા-વનાળીયા, સો ઓરડી, શક્તિ સોસાયટી, ચામુંડા નગર, રામદેવ નગર, ઉમિયા નગર સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા ગરીબ, પછાત અને અનુસૂચિત જાતિના લોકોને મોરબી સીટી પુરવઠા વિભાગ દ્વારા કોઈપણ જાતનો સર્વે કર્યા વગર તથા સ્થળ ઉપર આવી કોઈ જાતની ખરાઈ કર્યા વિના આવા કુટુંબોને કાગળ ઉપર આર્થિક સધ્ધર બતાવી અન્ન પુરવઠો આપવામાં આવતો નથી. આ અંગે યોગ્ય તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે.