તા. 21 થી 29 જાન્યુઆરી દરમ્યાન શ્રીમદ દેવી ભાગવત કથા યજ્ઞ યોજાશે હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે શ્રી ચરમાળીયા દાદાના મેદાન ખાતે શ્રી શક્તિ માતાજી મંદિરના જીર્ણોદ્ધાર અને પુન:પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે શ્રીમદ દેવી ભાગવત કથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ તા. 21 જાન્યુઆરી ને સોમવારના થશે તેમજ તા. 29 જાન્યુઆરીને બુધવારના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. આ કથામાં વક્તા શ્રી વેદાંતાચાર્ય ડો. દિલીપજી વ્યાસ દ્વારા કથાનું રસપાન કરવામાં આવશે. આ કથા દરમિયાન રાત્રીના સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં કીર્તિદાન ગઢવી, ગોપાલ સાધુથી સહિતનાં નામાંકીત કલાકારો હાજર રહેશે. કથા દરમિયાન બન્ને સમય મહાપ્રસાદનું આયોજન કરાયું છે, ત્યારે આ દિવ્ય ભવ્ય મહોત્સવમાં ગામો ગામના દરેક ભાવિકોને આમંત્રણ અપાયું છે.