આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કરો દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા પોરાનાશક કામગીરી અને લોહીના નમૂનાની તપાસ કરાઈમોરબી: મોરબી જિલ્લામાં જુલાઈ માસ અંતર્ગત મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા મેલેરીયા અધિકારી ડોક્ટર વિપુલ કારોલીયા તેમજ તાલુકા ઓફિસર ડોક્ટર ચિંતન દોશીની સૂચના અને i/c મેડિકલ ઓફિસર ડોક્ટર નિશા પાડલીયાના માર્ગદર્શન હેઠળ રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના વિવિધ ગામોમાં હાઉસ ટુ હાઉસ સર્વે અને મચ્છરજન્ય રોગ અટકાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લાલજીભાઈ બસીયા તથા નિશિતભાઈ શાહના સુપર વિઝન હેઠળ આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કરો આ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.આ સર્વેક્ષણ દરમિયાન ટીમ દ્વારા પાણીના પાત્રોની સઘન ચકાસણી, પોરાનાશક દવા નાખવી, સોર્સ રિડક્શન કરવું, બળેલું ઓઇલ નાખવું તેમજ પોરાનાશક માછલીઓ મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ તાવના શંકાસ્પદ દર્દીઓના સ્થળ પર જ લોહીના નમૂના લઈ તપાસ કરીને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.રોગચાળા સામે જનજાગૃતિ લાવવા માટે ગામોમાં પત્રિકા વિતરણ, પોસ્ટર લગાવવા તેમજ શાળાઓમાં બાળકોને મેલેરિયા વિશે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા છે. મેલેરિયા નાબૂદીના લક્ષ્યને સાકાર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકભાગીદારીને અત્યંત મહત્વની ગણાવીને જનતાને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપુરની ટીમે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હતી.#Morbi #MorbiNews #HealthDepartment #MalariaAwareness #PublicHealth #RanmalpurPHC #MosquitoControl #HealthDrive