જૂન માસ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે, સોર્સ રિડક્શન અને જનજાગૃતિ અભિયાન હાથ ધરાયુંહળવદ : જિલ્લા મેલેરીયા અધિકારી ડો. વિપુલ કારોલીયા તેમજ તાલુકા ઓફિસર ડો. ચિંતન દોશીની સૂચના અને ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. નિશા પાડલીયાના માર્ગદર્શન હેઠળ હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) રણમલપુરના વિવિધ ગામોમાં મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લાલજીભાઈ બસીયા તથા નિશિતભાઈ શાહના સુપરવિઝન હેઠળ જૂન માસ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કરો દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યો છે. રોગચાળો અટકાવવા માટે ટીમો દ્વારા નીચે મુજબની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ઘરમાં અને આસપાસ રહેલા પાણીના પાત્રોની ચકાસણી કરવી. મચ્છરના પોરા જોવા મળે ત્યાં પોરાનાશક દવા નાખવી અને સોર્સ રિડક્શન કરવું. બંધિયાર અને ભરાયેલા પાણીમાં બળેલું ઓઇલ નાખવું તેમજ પોરાનાશક માછલીઓ મૂકવી. શંકાસ્પદ તાવના કિસ્સામાં સ્થળ પર જ લોહીના નમુનાની તપાસ કરવી અને દર્દીને સત્વરે સારવાર આપવી.આ સઘન કામગીરીની સાથે સાથે જનજાગૃતિ પર પણ ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગામોમાં પત્રિકા વિતરણ કરવામાં આવ્યું છે અને જાગૃતિ દર્શાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શાળાઓમાં જઈને બાળકોને મેલેરિયા રોગના કારણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.મેલેરિયા નાબૂદીના લક્ષ્યને સાકાર કરવા માટે આરોગ્ય વિભાગે લોકોની સહભાગીદારીને અત્યંત મહત્વની ગણાવી છે અને નાગરિકોને આ ઝુંબેશમાં સાથ-સહયોગ આપવા અપીલ કરી છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રણમલપુર PHC ની ટીમે નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી હતી.#Halvad #Ranmalpur #HealthDepartment #AntiMalariaMonth #MalariaPrevention #MorbiUpdate #MorbiNews #GujaratiNews