ટંકારા : ટંકારા શહેર મધ્યે બિરાજમાન ૧૨૪ વર્ષ જુના પાર્શ્વનાથ દાદાના દેરાસર ખાતે આજે પર્યુષણ પર્વના અંતિમ દિને સવંતસરીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંગી શણગાર મહાવીર મહીલા મંડળ દ્વારા કરવામાં આવી હતી આ સાથે દેરાસરના પટાંગણને રંગબેરંગી કલરથી કરેલી રંગોળીથી સજાવવામાં આવ્યું હતું. અંતમાં મોટુ સવંતસરી પ્રતિકમણ કરી સૌ એકબીજાને ક્ષમાયાચના,આલોચના પાઠવી મિછ્છામી દુક્કડમ કરી હ્રદય હળવું કર્યું હતું અને ભવિષ્યમાં ફરી અમારાથી કોઈ જીવને દુખ ન થાય તેવો સંકલ્પ કર્યો હતો. આ તકે મોટી સંખ્યામાં જૈન સમાજ અને જૈનેતરો જોડાયા હતા.