મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ એસ્ટોન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા દિપક હીરાલાલ યાદવ ઉ.24 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.