મોરબી : જેતપુર ઈન્ડ. પેટા વિભાગ હેઠળના 66 કેવી રંગપર, 66 કેવી રંગપર-2 અને 66 કેવી વાઘપર સબ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે તારીખ 8 ફેબ્રુઆરી ને બુધવારના રોજ સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી મેન્ટેનન્સના કારણે વીજ પુરવઠો બંધ રહેશે. આવતીકાલે 66 કેવી રંગપર, 66 કેવી રંગપર-2, તેમજ 66 કેવી વાઘપર સબ સ્ટેશન હેઠળ આવતા તમામ ઇન્ડસ્ટ્રીયલ, ખેતીવાડી અને જ્યોતિગ્રામ ફીડર જેમાં રંગપર, ગુંગણ, કૃષ્ણનગર, બહાદુરગઢ, નવા જૂના નાગડાવાસ, કિશનગઢ, સોખડા ગામ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પુર્ણ થતાં જ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવશે.