મોરબી : રંગોનો તહેવાર એટલે કે હોળી... હોળી ધુળેટીનો તહેવાર ટુંક જ સમયમાં આવી રહ્યો છે ત્યારે તેના આગમનને લઈને મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રંગોત્સવ કાર્યક્રમમાં મુસ્કાન પરિવારના સભ્યોએ સાથે મળીને ગાયન, નૃત્ય તેમજ રાત્રી ભોજન કર્યુ હતું તેમજ સેલ્ફી કોર્નર રાખવામાં આવ્યો હતો જ્યાં સૌ કોઈને સેલ્ફીઓ લઈને એ પલને યાદગાર બનાવી દીધી હતી. આ કાર્યક્રમના અંતે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે હળીમળીને ઉજવવાનો મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..