મોરબી : મોરબી શ્રમ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા સિરામીક યુનિટમાં સામાજિક સંદેશો આપતી રંગોળી કરવામાં આવી હતી. મોરબી શ્રમ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા લીઓલી સિરામિકમાં રંગોળી બનાવમાં આવી હતી. બાળકો સાથે દુર્વ્યવહાર થકી થતી ક્રુરતાનો વિરોધ ઉજાગર કરતી રંગોળી રજુ કરી હતી. આ સાથે સમાજમાં સ્ત્રી હિંસા અંગે વિગતે વાત કરી એને કેવી રીતે અટકાવી શકાય એ અંગે ફેક્ટરી કામદારો અને રાહદારીઓને વાકેફ કર્યા હતા. આ તકે રવિ કુબાવત-પાઇલોટ, ડૉ. ક્રિષ્ના-મેડિકલ ઓફિસર, નેહલ ચાવડા-પરમેડિક, શૈલેષ ચૌહાણ-ફાર્માસિસ્ટ, પૂજા સથવારા - લેબટેકનિકશીયન જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..