મોરબીઃ મોરબી નગરપાલિકા તથા રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આગામી તા.22ના રોજ રંગારંગ મહોત્સવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત મોરબીમાં ઓપન મોરબી રંગોળી હરિફાઈ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. 22 ઓક્ટોબર ને શનિવારના રોજ બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન મોરબીના મયુરપુલના ઉપરના ફૂટપાથ પર આ હરિફાઈ યોજાશે. આ હરિફાઈમાં ભાગ લેવા ઈચ્છુકોએ શનાળા રોડ પર વસંત પ્લોટમાં સ્ટેવેલ જીમની બાજુમાં આવેલી ક્વીન્સ કેક અને જીઆઈડીસી મેઈન રોડ પર સંસ્કાર બ્લડ બેંકની સામે આવેલા મે. ગણેશ સિમેન્ટ કું. ખાતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફી 150 રૂપિયા રાખવામાં આવી છે.