150 બહેનોએ સુંદર મજાની કલાત્મક રંગોળી બનાવી:વિજેતા 21 બહેનોને ટ્રોફી આપી સન્માનિત કરાયા હળવદ : હળવદના શરણેશ્વર મહાદેવ મંદિરે તાજેતરમાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી જેમાં 150 બહેનોએ સુંદર મજાની કલાત્મક રંગોળી બનાવી હતી અને તેમાંથી વિજેતા થયેલા 21 બહેનોને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા જ્યારે હાજર રહેલા મહેમાનોને પણ ચાંદીના લક્ષ્મીજી આપીને સન્માનિત કરાયા હતા. હળવદના પાટિયા ગ્રુપ દ્રારા શરણેશ્વર મહાદેવ મંદિર હળવદ ખાતે રંગોળી સ્પર્ધા -2021નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મેહમાનો તરીકે બિપીનભાઈ દવે,કેતનભાઈ દવે, ધર્મેન્દ્રભાઈ,નરેન્દ્રભાઈ, ભારતીબેન મેહતા,રાગેનીબેન રાવલ,જસુમતીબેન ઝાલા, ડિમ્પલબેન પાઠક,અનશોયાબેન પટેલ,તૃપ્તિબેન પટેલ,રૂપલબેન પંજવાની,ભાવિનીબેન ઠક્કર, ફાલ્ગુનીબેન,તન્વીબેન,હેતલબેન પારેખ સહિતના મહાનુભાવોની હાજરીમા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરાઈ હતી આ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન,સન્માન,આભાર વિધિ અને છેલ્લે વંદે માતરમના ગીત સાથે પાણીપુરી આરોગીને કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો આ સ્પર્ધામાં 150 બહેનોએ ભાગ લીધો હતો અને આશરે 135થી વધુ બેહનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમની ટ્રોફી હળવદના વરિષ્ઠ પત્રકાર સ્વ.મહેન્દ્રભાઈ કિશોરભાઈ જયસ્વાલ નિમિતે આપેલ હતી.