મોરબી : સરકારી માધ્યમિક શાળા ઘુનડા (સ.)માં હર ઘર તિરંગા અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થીઓને કલર ચોક આપવામાં આવ્યા હતા. આ રંગોળી સ્પર્ધામાં ધો. 9ની કુલ 12 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન વિદ્યાર્થીનીઓએ હર ઘર તિરંગા થીમ પર અલગ અલગ રંગોળી બનાવી હતી. દરેક વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ચોક્કસાઈપૂર્વક અને સરસ રંગોળી દોરી હતી. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે શાળા પરિવાર વતી ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.