રંગોળી સ્પર્ધા ૧૪મી જાન્યુઆરી સુધીમાં યોજાશે મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા “સ્વતંત્રતા આંદોલન” વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું છે. રંગોળી સ્પર્ધા ૧૪મી જાન્યુઆરી સુધીમાં યોજાશે. સ્પર્ધકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રંગોળી બનાવવાની સામગ્રી સ્પર્ધકોએ લાવવાની રહેશે. સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર દ્વારા આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત જિલ્લા કક્ષા તથા રાજ્ય કક્ષાએ “રંગોળી સ્પર્ધા”નું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા અંગે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે તથા ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકો તા.૧૫ ડિસેમ્બર સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રંગોળી સ્પર્ધામાં સ્પર્ધકે નિયત કરેલ સ્થળ પર રંગોળી બનાવવાની રહેશે. આ રંગોળીનો મુખ્ય વિષય સ્વતંત્રતા આંદોલન રહેશે.જેમાં સ્વતંત્રતા સંગ્રામના શહિદો અને તેને લગતા પ્રસંગોની રંગોળી બનાવવાની રહેશે. રંગોળી સ્પર્ધામાં ૧૬ થી ૪૫ વર્ષનાં તમામ ભારતીયો માટે ખુલ્લી છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે નિર્ધારીત નિયમો અનુસાર રંગોળી બનાવવાની તમામ સામગ્રી જાતે લાવવાની રહેશે. રંગોળી સ્પર્ધામાં પેન્સિલ/ચોકનો ઉપયોગ થઇ શકશે નહિ. તમામ સ્પર્ધકને ૪x૪ ફૂટની જગ્યા રંગોળી બનાવવા માટે આપવામાં આવશે અને આ રંગોળી સ્પર્ધકે ૧૫૦ મિનિટ (અઢી કલાક)માં પુર્ણ કરવાની રહેશે. આ સ્પર્ધા ત્રણ સ્ટેજમાં યોજવામાં આવનાર છે. જિલ્લાકક્ષાની સ્પર્ધા જે તમામ જિલ્લાઓમાં તા.૧૪/૦૧/૨૦૨૨ સુધીમાં અચુક યોજવામાં આવશે, રાજયકક્ષાની સ્પર્ધા તા.૨૦/૦૧/૨૦૨૨ થી તા.૨૮/૦૧/૨૦૨૨ સુધીમાં યોજવામાં આવશે, રાજયકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ કલાકરોની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા તા.૦૫/૦૨/૨૦૨૨ ના રોજ નવી દિલ્હી ખાતે યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા અંગેનું રજીસ્ટ્રેશન તા.૧૫ ડિસેમ્બર સુધીમાં http://amritmahotsav.nic.in/rangolimaking-competition.htm વેબસાઇટ પર તથા સાદા કાગળમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નામ, સરનામું, મોબાઈલ નંબર, વિગત લખી જિલ્લા યુવા વિકાસ અધિકારીના ઇ-મેઈલ આઈડી dydomorbi36@gmail.com પર કરવું .આથી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..