મોરબીઃ ગઈકાલે તારીખ 6 નવેમ્બરના રોજ મોરબી સોની સમાજ શ્રીમાળી સોની યુવા સંગઠન દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સમાજના બાળકો દ્વારા ચિત્રકામ માટેની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબી સોની સમાજના બાળકોએ ચિત્રકામમાં ભાગ લીધો હતો તથા સોની સમાજની સ્ત્રીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. રંગોળી સ્પર્ધામાં અનુક્રમે ૧. ક્રિષ્નાબેન મનોજભાઈ રાણપરા ૨. નીકિતાબેન બિરજુભાઈ રાણપરા ૩.પૂજાબેન જયેશભાઇ માંડલિયા ૪. વિશ્રુતી બ્રિજેશભાઈ પાટડીયા ૫. પ્રિયંકા અમિતભાઈ પાટડીયા વિજેતા થયા હતા. જ્યારે ચિત્રકામ સ્પર્ધામાં નાના બાળકોની કેટેગરીમાં અનુક્રમે ૧.જીયા રૂપેશભાઈ રાણપરા ૨. વ્રજ અમિતભાઈ પાટડીયા ૩. આરવ પરિમલભાઈ પાટડીયા વિજેતા થયા હતા અને મોટા બાળકોની કેટેગરીમાં ૧. કશ્યપ નીરવભાઇ પારેખ ૨. મંથન બિરજુભાઈ પાટડીયા ૩. જશ પારસભાઈ પાટડીયા વિજેતા થયા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે યોગેન્દ્રજી આડેસરા તથા નટુભાઈ જોશીએ (વી.સી હાઈસ્કૂલના પ્રોફેસર) ભૂમિકા ભજવી હતી. સંપૂર્ણ આયોજન સંગઠનના પ્રમુખ રૂપેશ રાણપરા તથા સંપૂર્ણ શ્રીમાળી સોની યુવા સંગઠને મળીને કર્યું હતું.