સરવડ નજીક 10 ડમ્પર ઝડપી લેવાયા, હરિપર નજીક મચ્છુ નદીમાં હીટાચી હિટાચી અને બે હુડકા બોટ સહિત 2.64 કરોડનો મુદ્દામાલ કબ્જેમોરબી : રાજકોટ રેન્જ આઈજી દ્વારા ખનિજચોરી ડામવા તમામ જિલ્લામાં સઘન વોચ ગોઠવી છે ત્યારે બુધવારે રેન્જ આઈજીની ટીમે માળીયા મિયાણા તાલુકામાં બે સ્થળે અલગ અલગ કાર્યવાહી કરી સરવડ નજીક રેતીની ખનીજ ચોરી કરતા 10 ડમ્પર ઝડપી લેવાની સાથે હરિપર નજીક નદી કાઠે ગેરકાયદેસર રેતી કાઢતા એક હીટાચી અને બે હોડકા તેમજ બોટ સહિત કુલ 2.64 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સુચનાને પગલે રેન્જ પોલીસ ટીમે માળીયા મિયાણા -જામનગર હાઇ-વે પરના સરવડ ગામ પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલા 10 ડમ્પર ઝડપી લીધા હતા જેમા (1) GJ-36-X-5002 ડ્રાઇવર ભાવેશભાઇ પાંચાભાઇ સોલંકી માલીક પ્રતિકભાઇ દલીપભાઇ ચાદરા રહે. બંન્ને જામનગરના ડમ્પરમાં ૪૫ ટન રેતી મળી આવતા કિ.રૂ.૨૫,૦૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ હતો. (2) GJ-10-TY-5266 ડ્રાઇવર જુનેશભાઇ સુમારભાઇ ખીચડી રહે.જોડીયા માલીક- ભાવીનસિહ દસુભા જાડેજા રહે. હાડાટોડા ના ડમ્પરમાં ૪૯ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. (3) GJ-10-TY-2102 ડ્રાઇવર કરણ રહે.ધ્રોલ જામનગર માલીક, ભાવીનસિહ દસુભા જાડેજા રહે. હાડાટોડા ના ડમ્પરમાં ૪૮ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦ગણી કબ્જે કરેલ હતો. (4) GJ-10-AT-5749 ડ્રાઇવર મહેશસિહ રણજીતસિહ પરમાર રે.જામનગર માલીક- પરીશ્રમ એન્ટરપ્રાઇઝ જામનગરના ડમ્પરમાં ૫૧ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ હતું (5) GJ-10-TY-4005 ડ્રાઇવર હારુનભાઇ અબ્દુલભાઇ છેર રહે. જામનગર માલીક- રાજુભાઇ પટેલના ડમ્પરમાં ૧૯ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ હતું (6) GJ-10-AT-8163 ડ્રાઇવર કલ્પેશભાઇ ડાયાભાઇ કટેસીયા રહે.જામનગર માલીક- ઇશ્વરભાઇ જેઠાલાલ કટેસીયા રહે.જામનગર ના ડમ્પરમાં ૪૯ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ હતું. (7) GJ-36-X-2003 ડ્રાઇવર લાલજીભાઇ ગોરધનભાઇ પરમાર રહે. માથક માલીક- પીન્ટુભાઇ સીણાભાઇ ડાભી રહે.સુંદરીભવાનીના ડમ્પરમાં ૪૬ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ હતું (8) GJ-38-V-8444 ડ્રાઇવર નીજામ હબીબભાઇ સમા રહે.જામનગર માલીક નરેન્દ્રસિહ કુવરસિહ ચાવડા રહે.જામનગરના ડમ્પરમાં ૬૦ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦ગણી કબ્જે કરેલ હતું. (9) GJ-10-TX-9003 ડ્રાઇવર રજાક સુભાનભાઇ જેડા રહે. મોરબી માલીક- રુત્વીક અમુભાઇ ખીમાણીયા રહે.મોરબીના ડમ્પરમાં ૪૬ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ હતું અને (10) GJ-36-T-9259 ડ્રાઇવર આવેશ હારીનભાઇ જામ રહે.માળીયા માલીક- અજય રમેશભાઇ મીયાત્રા રહે.મોરબીના ડમ્પરમાં ૪૩ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ હતું.આ ઉપરાંત માળીયા મિયાણા તાલુકાના હરીપર ગામે મચ્છુ નદીના કાંઠેથી રેતીનુ ખનન કરતા હોય રેન્જ આઈજીની ટીમે ખાણ-ખનીજના અધિકારી સાથે રેઇડ કરતા ઉપરોક્ત જગ્યાએથી એક હીટાચી મશીન કિ.રૂ.૧૦,૦૦,૦૦ તેમજ બે હુડકા-બોટ કિ.રૂ.૪,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૨,૬૪,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ખાણખનીજ વિભાગના અધિકારીઓ દ્રારા દંડની કાર્યવાહી કરવા મુદ્દામાલને માળીયા મિયાણા પોલીસ મથક ખાતે સોંપી આપવામાં આવેલ હતા.