પોલીસની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી મોરબી : મોરબી જિલ્લાની આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ છે અને જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત તેમજ ત્રણ નગરપાલિકા મળીને કુલ 230 બેઠકો માટે આજે પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.ત્યારે આ ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાત સમીક્ષા કરવા રેન્જ આઈજી સંદીપસિંહ મોરબી આવ્યા હતા અને મોરબી જિલ્લાના જુદા-જુદા મતદાન બુથોની મુલાકાત લીધી હતી. મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આજે રેન્જ આઈજી સંદીપસિંહ મોરબી આવ્યા હતા.તેઓએ મોરબી જિલ્લાના મતદાન બુથો ઉપર ચાલી રહેલી મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું..સમસ્ત મોરબી જિલ્લા પોલીસ બેડાં દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામ મતદાન બુથો ઉપર લોખડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી છે અને પોલીસ દ્વારા રાઉન્ડ ઘ ક્લોક પેટ્રોલીગ કરવમાં આવી રહ્યું છે.ત્યારે પોલીસે ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગોઠવેલી સઘન સુરક્ષા વ્યવસ્થાને નિહાળીને રેન્જ આઈજી સંદીપસિંહ પ્રભાવિત થયા હતા.