મોરબી : મોરબીના હળવદ રોડ પર આવેલી ગીતાનગર સોસાયટીમાં 16 નવેમ્બરને ગુરૂવારના રોજ રાંદલ ઉત્સવ તથા મહાકાળી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.સ્વ. મુકેશભાઈ ભાડજા તથા પીનાબેન મુકેશભાઈ પાડજાના પરિવાર દ્વારા 16 નવેમ્બર ને ગુરુવારે ગીતાનગર સોસાયટી ખાતે રાંદલ ઉત્સવ તથા મહાકાળી માતાજીનો માંડવો યોજાશે. જેમાં ડાક ડમરૂના કલાકાર પેથાભાઈ રાવળ અને નારાયણભાઈ રાવળ ઉપસ્થિત રહેશે.