દુર્લભજીભાઈ દેથરીયાને ટંકારા પડધરી વિધાનસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરતા પ્રમુખની જવાબદારી દલવાડીના સીરે હળવદ : ભાજપ દ્વારા મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે ટંકારા પડધરી બેઠક પર જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ને ઉમેદવાર તરીકે મેદાને ઉતારતા તેઓ પાસે રહેલ જિલ્લા ભાજપના પ્રમુખની જવાબદારી મહામંત્રી રણછોડભાઈ દલવાડીને સોંપવામાં આવી છે. મૂળ હળવદના અને દલવાડી સમાજના આગેવાન રણછોડભાઈ દલવાડી મોરબી જિલ્લા ભાજપમાં મહામંત્રી તરીકે ફરજ બજાવતા હતા જોકે જિલ્લા ભાજપ પ્રમુખ દેથરીયાને વિધાનસભાના ઉમેદવાર તરીકે ટંકારા બેઠક પર જાહેર કરાતા જિલ્લા ભાજપ પ્રમુખ ની જવાબદારી રણછોડભાઈ દલવાડીને સોંપવામાં આવી છે.