કોઈ અકસ્માત સર્જાઈ તે પહેલાં જવાબદાર તંત્ર પુલનું યોગ્ય રિપેરીગ કરે તેવી માંગ મોરબી : મોરબીમાં વરસાદને કારણે રોડ સસ્તા અને પુલને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.જેમાં રામપર અને નસીતપર ગામ વચ્ચેનો પુલ સતત વરસાદને કારણે જોખમી બની ગયો છે.હાલ આ પુલની એવી દુર્દશા થઈ ગઈ છે કે પુલ પરથી પસાર થવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે.તેથી આ પુલ પર વાહન ચાલકો પર મોટી દુર્ઘટનાની આફત મંડરાઈ રહી છે. મોરબીમાં આ વર્ષે ખૂબ જ વધુ પ્રમાણમાં વરસાદ પડ્યો છે. ત્યારે અનેક રોડ અને પુલને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.અને સતત વરસાદને કારણે રામપર અને નસીતપર ગામ વચ્ચેના પુલને પણ મોટું નુકસાન થતા ભારે જર્જરિત થઈ ગયો છે.તેથી વરસાદમાં તંત્રની પોલ ખુલી જતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.જોકે હાલ આ પુલની સ્થિતિ નાજુક છે અને ગમે ત્યારે અકસ્માત થાય તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોરબીના રામપર - નસીતપર વચ્ચે આવેલ પુલ પર ઘણા બધા વાહનો અવર જવર કરી રહ્યા છે. ત્યારે આ પુલ પરનો બ્લોક તૂટી નીચો નમી ગયો છે, અહીંથી ચાલતા લોકોને આ પુલ મોત નોતરી રહ્યો હોય તેવી ભયજનક આ પુલની હાલત છે.તેથી ગ્રામજનો ખાસ રાહ જોઈ રહ્યા છે કે તંત્ર આ પુલ ક્યારે બનાવે છે. એક બાજુ પુલ નીચેથી પાણી વહી રહ્યું છે. જો પુલ એકદમ તૂટી જાય તો વાહન એકદમ નીચે પડી જાય તેમ છે. તેથી ગમે ત્યારે મોટી દુર્ઘટનાની આફત આવે તેવી ભીતિ સેવાઈ રહી છે.આ સ્થિતિમાં જો તાત્કાલિક પુલનું યોગ્ય રિપેરીગ ન થાય તો મોટી આફત આવે તેમ છે.આથી ગ્રામજનોએ વહેલી તકે જવાબદાર તંત્ર આ જોખમી પુલનું યોગ્ય રીતે સમાર કામ કરે તેવી માંગ ઉઠાવી છે.