વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિરપર ગામમાં 28 માર્ચથી 5 એપ્રિલ સુધી શ્રીરામ કથાનું મેલડીમાં મંદિર ચોકમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કથાકાર અમિતભાઈ પંડયા દ્વારા સવારે 9 થી 12 રામકથા કરવામાં આવશે. કથામાં આવતા ભક્તોજનો માટે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.કથા મહાત્મય અંતર્ગત શિવ વિવાહ, રામ જન્મ, રામ વિવાહ કેવટ પ્રસંગ, ભરત મિલાપ, સબરીની નવધા ભક્તિ હનુમાન ચરીત્ર, રામેશ્વર સ્થાપનાનું કથન કરવામાં આવશે. આ શુભ પ્રસંગે સર્વે ભક્તજનોને પધારવા ભાવભર્યુ જાહેર નિમંત્રણ છે.