'રામહાટ'દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી શાળામાં જ મળી રહેશે વાંકાનેર : કોઠારીયા કન્યા પ્રાથમિક શાળામાં ' રામહાટ' ની રીનોવેશન સાથે શરૂઆત કરવામાં આવી હતી.આ 'રામહાટ' બાળાઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.તથા શાળાના શિક્ષકોએ 'રામહાટ'ના ઉપયોગ વિષે માર્ગદર્શન પૂરું પડ્યું હતું.કોઠારીયા કન્યા પ્રાથમિક શાળામાં ખોયા-પાયા સ્ટોલ,સહાયપાત્ર,સાબુબેન્ક વગેરે જેવી મૂલ્યલક્ષી પ્રવૃતિઓ પણ ઘણા વર્ષોથી ચાલુ છે.તાથી બાલાઓમાં બાળપણથી જ પ્રામાણિકતા જેવા મૂલ્યોનો વિકાસ કરી શકાય. કોઠારીયા કન્યા પ્રાથમિક શાળામાં ' રામહાટ' ની રીનોવેશન સાથે શરૂઆત કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓમાં બાળપણથી જ પ્રામાણિકતા જેવા મૂલ્યોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુ માટે વાંકાનેર તાલુકાની કોઠારીયા કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 1ની બાળાઓના હસ્તે 'રામહાટ' ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 'રામહાટ'નો ઉપયોગ કેવી રીતે કરવો? તેનું માર્ગદર્શન શાળાના શિક્ષકોએ આપ્યું હતું.શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે,આ 'રામહાટ'દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી શાળામાં જ મળી રહેશે અને સાથે વસ્તુઓની કિંમત જોઈ જાતે જ તેટલા રૂપિયા ત્યાં બોક્સમાં મૂકી દેવાના હોવાથી વિદ્યાર્થીઓમાં બાળપણથી જ પ્રામાણિકતા જેવા મૂલ્યોનો વિકાસ થશે.અત્રે ઉલ્લેખનીય છે કે કોઠારીયા કન્યા પ્રાથમિક શાળામાં ખોયા-પાયા સ્ટોલ,સહાયપાત્ર,સાબુબેન્ક વગેરે જેવી મૂલ્યલક્ષી પ્રવૃતિઓ પણ ઘણા વર્ષોથી ચાલુ છે.