પાંચ વર્ષની શ્રીવાએ રૂ. 1000નો ફાળો આપ્યો મોરબી : રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે નિધી સમર્પણ અભિયાનમાં મોરબીમાં શનાળા રોડ પર આવેલા રામેશ્વર મંદિરમાં કાર્યરત રામેશ્વર ગોપી ધુન મંડળ દ્વારા સત્સંગ દ્વારા એકત્ર કરાયેલા રૂ. 12,250નું સમર્પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત, મૂળ મોરબીના હાલ સુરત રહેલ ડો. હાર્દિક મણિયાર (Respiratory specialist)ની પાંચ વર્ષની પુત્રી શ્રીવાએ મોરબીમાં રહેતા તેના દાદા હર્ષદભાઇ મણિયાર પાસે રહેલી પોતાની બચતના રૂ. ૧૦૦૦ અયોધ્યા રામજન્મભૂમિ મંદિર માટે સમર્પિત કર્યા હતા. તેમજ વિવિધ વિસ્તારમાં રહેતા રામભક્તોએ રામરથમાં પણ સમર્પણ કર્યુ હતું. આ રામભક્તોએ ભગવાન શ્રીરામના લોકેટ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.