કાલે શુક્રવારે શોભાયાત્રા, રાસ ગરબા, મટકીફોડ અને સમૂહ ફરાળ સહિતના કાર્યક્રમો યોજાશેમાળિયા (મિયાણા) મોરબી અપડેટ : નાનાભેલા ગામે રામેશ્વર ઢોલ-ત્રાસા યુવા મંડળ દ્વારા આગામી તારીખ 4-9-2026 ના રોજ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણ જન્મોત્સવને હર્ષોલ્લાસભેર ઉજવવા માટે ગામમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું છે, જેમાં ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કાર્યક્રમની રૂપરેખા* શોભાયાત્રા: સવારે 7:30 કલાકે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે.* રાસ ગરબા: સવારે 10:00 કલાકે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે.* મટકીફોડ: બપોરે 12:00 કલાકે યુવાનો દ્વારા ઉત્સાહભેર મટકીફોડનો કાર્યક્રમ યોજાશે.* સમૂહ ફરાળ: બપોરે 12:30 કલાકે રામેશ્વર સમાજ વાડી ખાતે ઉપસ્થિત સૌ ભાવિકો માટે સમૂહ ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે.આ મહોત્સવમાં બાળ કલાકારો ગર્વ (કાનુડાના સ્વરૂપમાં) અને નૈતિક (બલરામના સ્વરૂપમાં) વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત, કાર્યક્રમમાં જાણીતા કલાકારો ચાંદની પટેલ, નીતિન ગઢવી અને કશ્યપ અગ્રાવત ઉપસ્થિત રહીને પોતાની કલાના કામણ પાથરશે. આ દિવ્ય અને ભવ્ય મહોત્સવનો લાભ લેવા રામેશ્વર ઢોલ-ત્રાસા યુવા મંડળ (નાનાભેલા) દ્વારા જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Nanabhela #Janmashtami #KrishnaJanmotsav #Matkifod #RasGarba #MorbiNews