માળીયા : માળીયા મિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ પદે આજે રમેશભાઈ રાઠોડ અને ઉપ પ્રમુખ પદે સવજીભાઈ કારોરીયાએ ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. માળીયા મિયાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 16 બેઠકોમાંથી 10 બેઠક ભાજપને અને 6 બેઠક કોંગ્રેસને મળી હોય આવતીકાલે પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની હોય આજે મોટા દહીંસરા-1 બેઠકના રમેશભાઈ રાઠોડે પ્રમુખ તેમજ વેજલપર બેઠક ઉપરથી વિજેતા બનેલા સવજીભાઈ કારોરીયાએ ઉપ પ્રમુખ તરીકે ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું,આવતીકાલે ચૂંટણી પ્રક્રિયા બાદ બંને હોદેદારોને વિજેતા જાહેર કરાશે.