મોરબી : નારણકા ગ્રામ પંચાયતના સરપંચ ભગવતીબેનના પતિ રમેશભાઈ જેઠાભાઈ મેરજા (ઉ.વ. ૫૩), તે સ્વ. ગણેશભાઈના ભાઈ અને સતિષભાઈ (૯૭૨૪૬ ૩૨૩૪૬), તેજસભાઇ (૯૭૩૭૨ ૨૭૮૦૩), સાગરભાઈ (૯૭૨૩૨ ૩૬૪૩૨)ના પિતાશ્રીનું તા- ૩૦/૮/૨૦૨૦ રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા- સંબંધીઓ ટેલિફોનિક સંદેશો પાઠવી શકશે. (રાહુલભાઈ 98797 63060, રાજેશભાઈ 99245 37658) જ્યારે નારણકા ગામના મહિલા સરપંચ ભગવતીબેન મેરજા પતિ રમેશભાઈ જેઠાભાઈનું અવસાન થતા સમગ્ર નારણકા ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. નારણકા ગામની ચુંટણીમાં મહિલા સંરપંચ તરીકે ચુંટાઈને આવ્યા બાદ ભગવતીબેન મેરજા તથા રમેશભાઈ મેરજાએ ગામની તસ્વીર બદલીને રાખી દીધી હતી. જેમાં નારણકા ગ્રામજનોને પાણી, ગટર, સમગ્ર ગામગોળાઈ આર.સી.સી રોડ, પ્રાથમિક શાળા-આંગણવાડીમાં આર.સી.સી ગ્રાઉન્ડ, શેરીએ-શેરીએ સ્ટ્રીટલાઇટો, તથા સ્વચ્છ નારણકા બનાવામાં રમેશભાઈ મેરજાનો સિંહફાળો રહ્યો છે. તેમની રજૂઆતથી ડામર રસ્તા સાથે ૯ થી વધુ પુલનું નિર્માણ થયું અને ચોમાસાં દરમિયાન વરસાદી પાણીના કારણે લોકોને પડતી સમસ્યાનું નિરાકરણ લાવ્યા. તેમજ સમગ્ર નારણકા ગામને હરિયાળીથી શુભોષિત કરવા ૫૦૦૦થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા. તેમજ કોરોના મહામારીથી બચવા જાગૃતિ સંદેશ માસ્ક વિતરણ, સેનીટાઈઝર કરીને અનેક પ્રવૃતિ કરવામાં આવી હતી. રમેશભાઈ મેરજાના અવસાનના સમાચાર સાંભળતા શોકની લાગણી વ્યાપી છે. અને નારણકા, માનસર, ખેવારીયા, દેરાળા, ગોરખીજડીયા, ગુંગણ જેવા ગામના સરપંચ શ્રદ્ધાંજલી પાઠવી છે.