મોરબી : સુખપર ગામમાં કવાડીયા બસ સ્ટોપ - લીલાપર, રેલવે ફાટકની સામે, હળવદથી ધ્રાંગધ્રા હાઇવે ઉપર આવેલા પ્રભુચરણ આશ્રમ (ૐ પ્રભુ ધામ) ખાતે વિશ્વશાંતિ માટે દર મહિનાની ત્રીજી તારીખે રામધૂન રાખવામાં આવશે. જેના અંતર્ગત આગામી 3 ડિસેમ્બરે સવારે 8થી 5 વાગ્યા સુધી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિકોને પ્રસાદનો લાભ પણ મળશે. આ તકે પ્રભુચરણ આશ્રમ પરિવાર દ્વારા ધર્મપ્રેમીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.