મોરબી : મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નોના ઠરાવ કરવાની માંગ સાથે તા.2ને શનિવારે બપોરે 3થી 5 શનાળા રોડ ઉપર છોટેલાલ પેટ્રોલ પંપ પાસે પંચમુખી હનુમાન મંદિરે રામધૂન કાર્યક્રમ યોજવામાં આવશે. જે અંગે તેઓએ જણાવ્યું કે ગુજરાત રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોના પ્રશ્નો અંગે વિધાનસભાની ચૂંટણી પહેલા સમાધાન થયેલ તથા અન્ય પડતર પ્રશ્નોના ઠરાવો બહાર પાડવામાં આવે તેવી માંગણી છે.