મોરબી પાલિકાના ફાયર અને ગેરેજ વિભાગના રોજમદાર કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા હડતાલ પર ઉતર્યા : ફાયર અને એમ્બ્યુલન્સની આવશ્યક સેવા ચાલુ રાખશે મોરબી : મોરબી નગરપાલિકાના ફાયર અને ગેરેજ વિભાગના 50 જેટલા રોજમદાર કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા આજથી હડતાલ પર ઉતરી ગયા છે.હડતાલ ઉપર ઉતરેલાં આ રોજમદાર કર્મચારીઓએ રામઘુન બોલાવીને તંત્રને જગાડવાના પ્રયાસ કર્યો હતો.રોજમદાર કર્મીઓની હળતાલથી ફાયર અને ગેરેજ તથા કચરા કલેક્શનની સેવોઓ ઠપ્પ થઈ ગઈ છે.જોકે ફાયર અને એમ્બ્યુલન્સની આવશ્યક સેવોઓ ચાલુ રાખશે તેવું જણાવ્યું છે. મોરબી નગરપાલિકા હસ્તકના ફાયર વિભાગ અને ગેરેજ વિભાગના 50 જેટલા રોજમદાર કર્મચારીઓ આજે પગારના મુદે હડતાલ ઉપર ઉતરી ગયા છે. આ રોજમદાર કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા આખરે હડતાલનો માર્ગ અખત્યાર કરાયો છે.આ ફાયર બીગ્રેડ અને ગેરજ વિભાગમાં મોટાભાગે રોજમદાર કર્મચારીઓ જ ફરજ બજાવે છે. કાયમી માત્ર બે જ કર્મચારીઓ છે.એ પણ ઓફિસ વર્કનું કામ સંભાળે છે.જ્યારે ફિલ્ડવર્કનું કામ આ જ રોજમદાર કર્મચારીઓ કરી રહ્યા છે. ફાયરની આવશ્યક સેવાઓ ખડેપગે રહીને આપતા હોવાથી આ રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા નથી.તેમજ છેલ્લા બે માસથી પગાર પણ ન ચૂકવતા આજે 50 જેટલા રોજમદાર કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા તેથી ફાયર અને ગેરેજની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.જોકે કચરા ક્લેશન કરતા 15 વાહનોના ડ્રાઇવરો પણ આ હડતાલમાં જોડાતા કચરા ક્લેશનની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.ત્યારે આજે હડતાલ ઉપર ઉતરેલાં રોજમદાર કર્મચારીઓએ રામઘુન બોલાવીને અનોખું વિરોધ પ્રદર્શન કરીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.આ કર્મચારીઓએ જણાવ્યું હતું કે ,નગરપાલિકા તેમના પ્રશ્ન સાંભળવાવાળું કોઈ નથી.કારણ કે ચીફ ઓફિસર ન હોવાથી તેમના પ્રશ્નોનો કોઈ જવાબ આપતું નથી.અને એકબીજા ઉપર ટપલીદાવ કરતા હોવાને કારણે તેમને બે માસથી પગાર મળ્યો નથી.જોકે હડતાલ દરમ્યાન તેમણે ફાયરની આવશ્યક સેવોઓ ચાલુ રાખવાનું જણાવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news