વ્યાસપૂજા, પોથીપૂજા અને ભાવવંદના કરતા ભવિકજનો મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સેંકડો ભાવિક ભકતજનો હાજર રહ્યા હતા. ગુરુપૂર્ણિમા અવસરે આજે સવારથી રામધન આશ્રમ મોરબી ખાતે વ્યાસપૂજા, પોથીપૂજા, કુમારિકા ભોજન, સત્સંગ સહિતના આયોજનો કરાયા હતા તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. આજના આ પ્રસંગે રામધન આશ્રમ ખાતે સવારથી જ ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાવવંદના સહિતના કાર્યક્રમોમાં સહભાગી બની ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરી હતી. [gallery size='large' ids='27743,27744,27745,27746']