સંતવાણી અને બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશેટંકારા : ટંકારાના હિરાપર ગામે આગામી ૪ અને ૫ માર્ચના રોજ રામદેવપીર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત ભવ્ય સંતવાણી અને મેગા બ્લડ ડોનેશન કેમ્પ સહિતના વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે.આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત ૪ માર્ચ, બુધવારના રોજ થશે. જેમાં બપોરે ૨:૦૦ વાગ્યે યજ્ઞમાં બેસનાર યજમાનો યજ્ઞશાળામાં સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ સાંજે ૪:૦૦ વાગ્યે નગર યાત્રા, સાંજે ૬:૦૦ વાગ્યે જળ યાત્રા અને રાત્રે ૮:૦૦ વાગ્યે ધાન્યાધિવાસનો કાર્યક્રમ યોજાશે. રાત્રે ૯:૩૦ વાગ્યે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં જાણીતા કલાકાર શૈલેષ મહારાજ ભજનોની રમઝટ બોલાવશે. આ સંતવાણી કાર્યક્રમના આયોજક શિવજીભાઈ ભગવાનજીભાઈ સવસાણી છે અને સમસ્ત હીરાપર ગામ યજમાન પદે રહેશે.બીજા દિવસે ૫ માર્ચ, ગુરુવારના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૪:૦૦ વાગ્યા સુધી હવનનો સંપૂર્ણ કાર્યક્રમ યોજાશે. જેમાં હવન વિધિ, મૂર્તિ સ્થાપના, શિખર ચડાવવું, ધ્વજારોહણ અને બીડું હોમવા સહિતની શાસ્ત્રોક્ત વિધિઓ સંપન્ન થશે.આ ધાર્મિક મહોત્સવની સાથે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ૫ માર્ચના રોજ સવારે ૮:૩૦ થી બપોરના ૧૨:૩૦ વાગ્યા સુધી પટેલ સમાજવાડી, હીરાપર ખાતે મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ'નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ અંગે વધુ માહિતી માટે ડો. આશિષ સવસાણી (7359446239) અને વ્રજ પટેલ (8000007433) નો સંપર્ક કરવા જણાવાયું છે.આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, સંતવાણી અને રક્તદાન કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લેવા અને દર્શનનો લાભ લેવા સમસ્ત ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Hirapar #RamdevpirPranPratishtha #BloodDonationCamp #Santvani #MorbiNews