હળવદ : આઈ શ્રી ખોડીયાર રામદેવ મંડળ ગોરી દરવાજા સમસ્ત હળવદ દ્વારા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આગામી તારીખ 2 અને 3 સપ્ટેમ્બર એટલે કે મંગળ અને બુધવારના રોજ રામદેવપીરની ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે.હળવદના ગોરી દરવાજા સ્થિત રામદેવપીર મંદિરમનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ પાટોત્સવ નિમિત્તે તારીખ 2 અને 3 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 કલાકે રામદેવપીરની ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર જે.કે. ટીંબા અને વિપુલ રબારી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નેજા ઉત્સવ અને અખંડ 33 જ્યોત પાટના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તારીખ 2 સપ્ટેમ્બરના રોજ સવારે 5-30 કલાકે રામદેવપીરનનો અભિષેક કરવામાં આવશે. સવારે 8 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. બપોરે 12 કલાકે રામદેવપીરની વાડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 8:30 કલાકે નેજા ઉત્સવ ઉજવાશે. સાંજે 5:15 કલાકે ભુવાશ્રીના સામૈયા કરવામાં આવશે. દશમ અને અગિયારસના દિવસે સાંજે 7:30 કલાકે મહા આરતી પણ કરવામાં આવશે.